📢 તલાટી ભરતી રિજેક્ટ લિસ્ટ-૧ જાહેર: મહત્વપૂર્ણ માહિતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગ હેઠળ તલાટી માટે કુલ ૨૩૮૯ જગ્યાઓ માટે સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. OJAS પોર્ટલ પર તા. ૨૬/૦૫/૨૦૨૫ થી ૧૦/૦૬/૨૦૨૫ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી.
🚫 રિજેક્ટ થયેલી અરજીઓના કારણો:
- અરજી ફી ન ભરનાર ઉમેદવારો: જેમણે અરજી ફી સમયસર ભરેલી નથી, તેમની અરજીઓ રદ કરવામાં આવી છે.
- ડુપ્લીકેટ અરજીઓ: નામ, પિતાનું નામ, જન્મ તારીખ વગેરે આધારે ડુપ્લીકેટ જણાયેલી અરજીઓ પણ રદ કરાઈ છે.
📄 રિજેક્ટ લિસ્ટ-૧:
મંડળ દ્વારા રિજેક્ટ થયેલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી OJAS વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
👉 મહત્વપૂર્ણ સૂચના: ચકાસણી પ્રક્રિયા દરમિયાન જો અન્ય કોઈ અરજીઓ પણ અયોગ્ય જણાશે, તો આગામી રિજેક્ટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. દરેક ઉમેદવારે નિયમિત રીતે વેબસાઇટ તપાસવી.
Click here to Download Complete List
Please read the Official Notification carefully before submitting your application.

Talati Rejected List-1 Released: Check Your Status Now - Samachar Viswa
[…] https://gpscpariksha.com/2025/08/talati-rejected-list-1-released-check-your-status-now […]